કેતન પ્રણામી અરવલ્લી
સમગ્ર ભારત દેશમાં એક માસ ઉપરાંતના સમયગાળાથી લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ઘણાં લાંબા સમયથી ફરસાણની દુકાનો બંધ રહેતા દુકાનોમાં સ્ટોક કરાયેલ વિવિધ ફરસાણની વાનગીઓ તથા મિઠાઈઓનો નાશ કરવા અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરાયો છે. જે અંતર્ગત જિલ્લાના મોડાસા ખાતે આવેલ વિવિધ ફરસાણની દુકાનોમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરી અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. અરવલ્લી જિલ્લામાં ૨૧ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને બે વ્યક્તિઓનુ કોરોના થી મોત નીપજયુ છે અરવલ્લી જીલ્લો રેડ ઝોનમાં આવી ગયો છે તેમ છતાં મોડાસા શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તેવા ખાદ્ય પદાર્થોનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થતા હવે આગામી તા.૧૭ મે સુધી લોકડાઉન લંબાવાયું છે ત્યારે લોકડાઉનને પગલે અરવલ્લી જિલ્લામાં આવેલ તમામ ફરસાણની દુકાનો છેલ્લા એક માસ ઉપરાંતના સમયથી બંધ છે.
જો કે આ દુકાનોમાં છેલ્લા ઘણાં દિવસોથી સ્ટોક કરાયેલ ફરસાણની વિવિધ વાનગીઓ તેમજ મિઠાઈનો જથ્થો જાહેર આરોગ્ય માટે જોખમી હોય અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ફરસાણની દુકાનોમાં રહેલ ફરસાણની વાનગીઓ તેમજ મિઠાઈનો નાશ કરવાના આદેશ કરાયા છે.ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોડાસા શહેરમાં આવેલી વિવિધ ફરસાણની દુકાનોમાં રેડ પાડી ૧૦થી વધુ દુકાનો ખાતે સઘન તપાસ હાથ ધરી ફરસાણની વાનગીઓ, મિઠાઈ તથા શ્રીખંડનો અખાદ્ય જથ્થો ઝડપી પાડી નાશ કરવામાં આવ્યો છે. લોકડાઉનના સમયગાળા દરમ્યાન કે લોકડાઉન બાદ કોઈક વેપારી દ્વારા અખાદ્ય જથ્થાનું વેચાણ ન થાય અને જાહેર આરોગ્ય જળવાય તે હેતુથી જિલ્લા કલેક્ટર દ્વારા અરવલ્લી જિલ્લામાં આવેલ તમામ ફરસાણની દુકાનો ખાતેથી અખાદ્ય જથ્થાનો નાશ કરવાના આદેશ કરાયા છે ત્યારે હવે જિલ્લાની અન્ય નગરપાલિકા ખાતે પણ આ કામગીરી તેજ બનાવવામાં આવશે.