પોસ્ટના કર્મીઓ બન્યા કોરોના વોરીયર્સ: ૭૩૪ દર્દીઓને દવાઓ ઘરે પંહોચાડી - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

પોસ્ટના કર્મીઓ બન્યા કોરોના વોરીયર્સ: ૭૩૪ દર્દીઓને દવાઓ ઘરે પંહોચાડી

કેતન પ્રણામી અરવલ્લી


        કોરોના વાયરસ સામેના જંગમાં આરોગ્ય, પોલીસ અને મિડીયાના લોકો ફન્ટ્રલાઇન વોરીયર્સ તરીકે કામ કરી રહ્યા છે. ત્યારે પોસ્ટના કર્મીઓએ પણ લોકોમાં ઘરમાં જ રહે અને સુરક્ષિત રહે તેવો સેવાનો યજ્ઞ આદર્યો છે.

અરવલ્લી અને સાબરકાંઠાના ૧૧૩૦ પોસ્ટ વિભાગના કર્મીઓ સામાન્ય દિવસોમાં લોકોના ઘર સુધી પોસ્ટ, કુરીયર કે અન્ય પાર્સલ સુવિધાઓ હોમ ડિલીવરી કરતા હોય છે. પણ આ સંકટના સમયે પોસ્ટના  કર્મીઓની જવાબદારી વિશેષ બની જતી હોય છે.  કેન્દ્ર સરકારે પણ લોકો ઘરની બહાર ન નીકળે તે માટે આવશ્યક સેવાઓ માટે હોમ ડિલીવરીનો આગ્રહ રખાયો છે. ત્યારે સાબરકાંઠા- અરવલ્લી જિલ્લાના પોસ્ટવિભાગના કર્મચારીઓએ અન્ય જિલ્લા કે તાલુકામાંથી આવતી દવાઓને ગંભીર રોગથી પીડાતા હોય તેવા ૭૩૪ દર્દીઓને ઘર સુધી પંહોચાડવાનું સુતત્ય કાર્ય કર્યુ છે. તો વળી ૬૫૮થી વધુ મેડિકલ પાર્સલ બુક કરીને અન્ય જિલ્લામાં પંહોચાડવાનું કામ પોસ્ટ વિભાગ દ્વારા થઇ રહ્યું છે. 
લોકડાઉનના સમયમાં જિલ્લાની ગંગા સ્વરૂપ બહેનો ઘરની બહાર નિકળી ક્યાંક કોરોના સંક્રમણનો ભોગ ન બને તેમજ આર્થિક સંકટનો સામનો ન કરવો પડે તે માટે પોસ્ટ વિભાગના ૫૧થી વધુ પોસ્ટમેન અને ૮૬૪ ગ્રામિણ ડાક સેવા કર્મીઓએ ૧૭,૮૭૦ બહેનાના ઘરે જઇ રૂ. ૩.૯૮ કરોડથી વધુની મૂડી તેમના હાથમાં સોંપી છે. જયારે આવા જ ગ્રામિણ વિસ્તારના લોકો બેંક સુધી ન જઇ શકે તો તેમના બેંક એંકાઉન્ટના નાંણા પંહોચાડવાની સેવા આ પોસ્ટકર્મીઓએ કરી જેમાં આધારકાર્ડ સાથે લિન્કઅપ ધરાવતા ૧૦,૪૨૯ ખાતાધારકોને રૂ. ૧.૯૦ કરોડ બેંકના પગથિયે ગયા વિના જ ઘરે બેઠા મળી ગયા છે.
પોસ્ટના કર્મીઓ માત્ર કામ જ નથી કરતા પરંતુ સાથે સાથે કોરોના જાગૃતિનું પણ કામ કરી રહી રહ્યા છે. પોસ્ટના કામે આવતા લોકોને હાથ સેનેટાઇઝ, ફરજીયાત માસ્ક પહેરવાની સમજ આપે છે. તો વળી જિલ્લાના ૨૬૦૦થી વધુ જરૂરીયાતમંદ લોકોને વિનામૂલ્યે માસ્ક આપીને કોરોના સામેની જંગમાં પોસ્ટના કર્મીઓ સાચા વોરીયર્સ બન્યા છે.

Post Top Ad