મેઘરજ બેંકમાંથી રૂપિયા ૩.૫ લાખ લઇ પરત ફરી રહેલા ઉન્ડવા દૂધ મંડળીના કર્મચારી પર ઘાતકી હુમલો - Time TV Network

Breaking news

Post Top Ad

Post Top Ad

મેઘરજ બેંકમાંથી રૂપિયા ૩.૫ લાખ લઇ પરત ફરી રહેલા ઉન્ડવા દૂધ મંડળીના કર્મચારી પર ઘાતકી હુમલો

કેતન પ્રણામી અરવલ્લી



              મોડાસા હાલ લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે પરંતુ કેટલાક અસામાજીક તત્વો પોતાની કરતૂતો કરતા હોવાનું સામે આવતું રહે છે. ત્યારે બુધવારના રોજ મેઘરજની બેંકમાંથી રૂપિયા ઉપાડીને પરત ફરી રહેલ ઉન્ડવા દૂધ મંડળીના કર્મચારી ઉપર લૂંટના ઈરાદે જીવલેણ હુમલો કરવામાં આવતાં ચકચાર મચી છે.

આ અંગે મળતી વિગતો અનુસાર મેઘરજ તાલુકાની ઉન્ડવા દુધ મંડળીના કર્મચારી હર્ષદ પટેલ બુધવારના રોજ મેઘરજ ખાતેની બેંકમાંથી નાણાં ઉપાડીને પરત ફરતા હતા. તે સમયે ભેમાપુર નજીક તેઓ ઉપર લાકડી વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે તેઓને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલો થતાં કર્મચારીએ બૂમાબૂમ કરી મુકતાં આસપાસના લોકો દોડી આવતા લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો હતો.
બાદમાં લોકોએ ગંભીર ઈજાગ્રસ્ત કર્મચારીને મોડાસાની ખાનગી ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યો હતો. આ અંગે મેઘરજ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post Top Ad